સદર બજાર ખાટકીવાડમાં રહેતા આસિફભાઇ અબ્બાસભાઇ બેલીમએ પ્ર.નગર પોલીસ મથકમાં ભાવિન પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આસિફભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ખાટકીવાડમાં માંસ વેચવાનો ધંધો કરે છે.
ગત તા.10ના રોજ તે પોતાના ઘરે હતા ત્યારે ભાવિન પટેલ જે ગૌરક્ષક છે તેણે ફોન કરી ફરિયાદીને યાજ્ઞિક રોડ પર બાપા સીતારામના ઓટા પાસે બોલાવતા તે ત્યાં ગયા ત્યારે આ ભાવિને તેને વાત કરી કે “તારી ગાડીમાં જીપીએસ નખાવી દેજે’ તો તેણે ભાવિનને કહ્યું કે, કેમ જીપીએસ નાખવાનું કહો છો?
તો ભાવિને કહ્યું કે, તું ગાડીમાં ઢોર ભરીને કેટલા ફેરા મારશ તેની મને ખબર પડે છે, તમે વધારે ફેરા મારો છો અને રૂપિયા ઓછા આપો છો એટલે તને જીપીએસ નાખવાનું કહું છું અને જો ગાડીમાં જીપીએસ નહીં નાખે કે વધુ રૂપિયા નહીં આપે તો તને મારી નાખીશ. આ અંગે યુવકે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.