રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિકાસકાર્યોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં સુમેરા સૌ પ્રથમ પુષ્કરધામ મેઈન રોડ પર સ્થિત હોકર્સ ઝોનનાં સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ફેરિયાઓ માટે વ્યવસ્થા, સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી લોકોને અગવડ ન પડે તે રીતે કામગીરી કરવા સૂચના આપી હતી.
ત્યારબાદ તેમણે મવડી ખાતે નવનિર્મિત ઈન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેડિયમમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે ખેલાડીઓની સુરક્ષા અને ભવન જાળવણી અંગે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અંતમાં, સ્માર્ટ સિટી વિસ્તારમાં આકાર લઈ રહેલી વુમન વર્કિંગ હોસ્ટેલના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. કામકાજ કરતી મહિલાઓને સુરક્ષિત તેમજ આધુનિક નિવાસસ્થાન મળે તેનાં માટે આ પ્રોજેક્ટ મહત્વનો હોય કમિશનરે આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા માટે એજન્સી અને અધિકારીઓને આદેશો આપ્યા હતા.