ફાસ્ટેગ-UPIથી ચૂકવણી કરવી ફરજિયાત, 1 એપ્રિલથી બદલાશે નિયમો; સરકારના આ નિર્ણયના 3 મોટા કારણો

1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. નવા નિયમો લાગુ થયા પછી વાહનચાલકોને ટોલ ટેક્સ ચૂકવવા માટે ફક્ત ફાસ્ટેગ (FASTag) અથવા UPI પેમેન્ટનો જ ઉપયોગ કરવો પડશે.

આ માહિતી ટીવી ન્યૂઝ ચેનલ આજ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આપી હતી. તેમણે કહ્યું કે ટોલ પર રોકડ (કેશ) વ્યવહારોને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ નાકાઓ પર લાગતી લાંબી કતારોને સમાપ્ત કરવી અને મુસાફરીને અવરોધમુક્ત બનાવવાનો છે. આ ‘નો-સ્ટોપ’ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં દેશના 25 ટોલ પ્લાઝા પર પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સત્તાવાર નોટિફિકેશન આવવાનું બાકી છે.

ટ્રાફિક જામ અને સમયનો બગાડ સમાપ્ત કરવાનો પ્રયાસ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ ડિજિટલ પરિવર્તનને લાગુ કરવા માટે અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. વર્તમાનમાં ફાસ્ટેગ ફરજિયાત હોવા છતાં ઘણી જગ્યાએ રોકડ વ્યવહારો થાય છે. ડિજિટલ પેમેન્ટ ન કરતા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. રોકડ વ્યવહાર બંધ થવાથી વાહનોને ટોલ બૂથ પર રોકાવું પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *