ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. પાકિસ્તાનની ટીમ બપોરે 3.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાંથી પાકિસ્તાનની ટીમ સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સી ખાતે 4.30 વાગ્યે હયાત હોટલ પહોંચી ગઈ હતી.
બાબર આઝમ (કેપ્ટન), ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લાહ શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, આગા સલમાન, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર, ફખર ઝમન
અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાઈ હતી
છેલ્લે 2012માં ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ હતી, જેમાં ભારતના કેપ્ટન એમએસ ધોની અને પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ હાફિઝ હતા. ગુજરાતના અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાઈ હતી. એમાં ભારતે પ્રથમ દાવ લઈ 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાને 7 વિકેટ ગુમાવી 181 રન કર્યા હતા. મેચમાં ભારતનો 11 રને વિજય થયો હતો. એ મેચમાં યુવરાજ સિહં 36 બોલમાં 7 સિક્સ મારી 72 રન કટકાર્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ લીધી હતી. પાકિસ્તાની ટીન તરફથી કેપ્ટન મોહમ્મદ હાફિઝે 26 બોલમાં 3 સિક્સ મારીને 55 રન કર્યા હતા.