અમેરિકાએ રશિયાનું જહાજ જપ્ત કર્યું

અમેરિકાએ શનિવારે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદનારા 2 ટેન્કરોને પકડી પાડ્યા. બીબીસી અનુસાર, તેમાંથી એક રશિયાનું જહાજ મેરિનેરા છે, જ્યારે બીજાનું નામ સોફિયા છે. સોફિયા પનામાનું જહાજ માનવામાં આવે છે.

આ બંને જહાજો થોડા કલાકોના અંતરે પકડાયા. અમેરિકાએ રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર મેરિનેરાને ઉત્તર એટલાન્ટિકમાં જપ્ત કર્યું, જ્યારે બીજું જહાજ કેરેબિયન સીમાં પકડાયું. અમેરિકા આ જહાજનો પીછો બે અઠવાડિયાથી કરી રહ્યું હતું.

કહેવાય છે કે આ જહાજ વેનેઝુએલાથી તેલ લઈ જવા માટે જઈ રહ્યું હતું, જેથી તેને ચીન કે અન્ય દેશોમાં પહોંચાડી શકાય. રશિયાએ પોતાના જહાજની સુરક્ષા માટે સબમરીન અને અન્ય નૌસૈનિક જહાજો મોકલ્યા હતા, પરંતુ તેઓ તેને બચાવવામાં સફળ થઈ શક્યા નહીં.

અમેરિકાએ જે રશિયન જહાજને પકડ્યું છે, પહેલા તેનું નામ બેલા-1 હતું. અમેરિકાએ તેને પ્રતિબંધિત જહાજોની યાદીમાં મૂક્યું હતું. ડિસેમ્બર 2025માં તે વેનેઝુએલા તરફ જઈ રહ્યું હતું, પરંતુ અમેરિકી કોસ્ટ ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો.

તે સમયે જહાજના ક્રૂ મેમ્બરની હોશિયારીથી આ જહાજ બચી ગયું હતું. ત્યારબાદ આ જહાજનું નામ બદલીને ‘મેરિનેરા’ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પર રશિયન ધ્વજ લગાવીને તેને દેશની ઓફિશિયલ રજીસ્ટ્રેશન યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *