11મીએ PMના હસ્તે ઉદ્ઘાટિત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને લઈ અધિકારીઓ- નેતાઓ સાથે બેઠક

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેના અનુસંધાને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જિલ્લાની મુલાકાતે છે.

સૌપ્રથમ હર્ષ સંઘવીએ સર્કિટ હાઉસમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. બાદમાં કલેક્ટર કચેરીએે પહોંચી કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટનો રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીના રોજ પીએમ મોદી સોમનાથના કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે, 11 જાન્યુઆરીએ રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં આયોજીત વાયબ્રન્ટ સમિટ ઉદ્ઘાટન માટે પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *