વીશીના વિષચક્રમાં અનેક પરિવારો બરબાદ થતા પોલીસે એક્શનમાં આવી વીશી બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. જ્યારે સોની બજારમાં પરપ્રાંતીય શ્રમિક દ્વારા ચાલતા વીશીમાંથી 14 ગ્રામ સોનુ ઉપાડી 06 ગ્રામ સોનુ જમા કરાવ્યુ હતુ. જયારે 08 ગ્રામ જમા કરવા માટે વીશીના સંચાલકે પઢાણી ઉઘરાણી શરુ કરી ઝઘડો કરી યુવક ઉપર એસીડ ફેકી હુમલો કર્યો હતો. બાદમાં ધવાયેલા યુવકની બારોબાર સારવાર કરાવી હોવાનું બહાર આવતા એડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
આ બનાવમાં સોનીબઝારમાં જુની ગધીવાડમાં સોની કામની મજુરી કરતા અને મુળ પશ્ચીમ બંગાળના વતની મહમદ નજીમુદીન અબ્દુલમનન હલદર(ઉ.વ.26)દ્વારા એડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મિત્ર અબ્બાસ અખ્તરભાઈ શેખ(રહે.ભગવતીપરા)નું નામ આપ્યું હતું.
નજીમુદ્દીને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સોની બજારમાં હતો ત્યારે તેનો મિત્ર અબ્બાસ શેખે તેની સાથે ઝઘડો કરી તેની ઉપર એસીડ ફેકી હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા એડીવીઝન પોલીસ મથકના જમાદાર જોળીયા સહીતના સ્ટાફે તપાસ કરતા મહમદ અને તેના સોની બઝારમાં સાથે કામ કરતા પુલ્લક ધરાઈ, મૌદુલ શેખ સહીતના મિત્ર અબ્બાસ શેખની વીશીમાં જોડાયા હોય જેમા થોડુ થોડુ સોનુ જમા કરાવતા હતા અને જરૂર હોય તો વીશીમાંથી સોનુ મેળવતા અને તેનુ વળતર પણ ચુકવતા હતા. અગાઉ તેને 14 ગ્રામ સોનુ વીશીમાંથી ઉપાડયુ હતુ અને 06 ગ્રામ જમા કરાવ્યુ હતુ અને 08 ગ્રામ સોનુ જમા કરાવવાનુ બાકી હોય અને કામ ધંધો બંધ થતા વીશી ચલાવતો અબ્બાસ તેની પાસેથી અવાર નવાર સોનાની પઠાણી ઉધરાણી કરતો હોય, જેણે સોની બઝારમાં તેની જ દુકાનમાં યુવક પાસેથી સોનાની ઉધરાણી કરી હુમલો કર્યો હોવાનુ જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.