રાજકોટ શહેર-જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ ચૂંટણીપંચની ગાઈડલાઈન અંતર્ગત 8 વિધાનસભા મત વિસ્તારના 2512 મતદાન બુથો પર ગત શનિ અને રવિવાર એમ બે દિવસ દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા, સરનામામાં સુધારા-વધારા, સ્થળાંતર સહિત હકક-દાવાની 28368 અરજીઓ મળી હતી, તેમજ મતદારો દ્વારા આ બાબતે 30392 ડોકયુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતાં
28368 વાંધા અરજીઓ, 30392 ડોકયુમેન્ટ મતદારો દ્વારા જમા કરાવાયા 68 રાજકોટ પૂર્વના 304 મતદાન બુથો પર 4661, 69 રાજકોટ પશ્ર્ચિમના 343 મતદાન બુથો પર 4447, 70 રાજકોટ દક્ષિણના 254 મતદાન બુથો પર 2421, 71 રાજકોટ ગ્રામ્યના 440 મતદાન બુથો પર 6089, 72 જસદણના 296 મતદાન બુથો પર 3211, 73 ગોંડલના 256 મતદાન બુથો પર 2056, 74 જેતપુરના 323 મતદાન બુથો પર 2837, 75 ધોરાજીના 296 મતદાન બુથો પર 2646 હકકદાવા અરજીઓ મળી જિલ્લાના કુલ 2512 મતદાન બુથો પર 28368, વાંધા અરજીઓ મતદારો દ્વારા બીએલઓને આપવામાં આવી હતી. તેની સાથો 30392 ડોકયુમેન્ટ પણ મતદારો દ્વારા જમા કરાવવામાં આવ્યા હતા.
જિલ્લામાં હજુ 2.25 લાખ મતદારોએ મેપીંગ કરાવ્યુ નથી આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લામાં હજુ 2.25 લાખ મતદારોએ મેપીંગ કરાવ્યુ નથી. જેઓને નોટીસ આપવામાં આવી છે જેના પગલે અત્યાર સુધીમાં 30,392 મતદારોએ પોતાના પુરાવા રજૂ કરી મેપીંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 10,038 મતદારોએ ડોકયુમેન્ટ રજૂ કરી મેપીંગ કરાવેલ છે.