રાજકોટ જિલ્લામાં 31stને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી 3 દિવસ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં 3 ASP, 3 DYSP, 27 પીઆઇ, 42 પીએસઆઈ, 620 પોલીસ કર્મી અને 250 હોમગાર્ડનો સમાવેશ થાય છે. આ બંદોબસ્તમાં 112 જન રક્ષણ કુલ 23 વાન, 80 મોટર સાયકલ, 175 બોડી વોર્ન કેમેરા, 17થી વધુ બ્રેથ એનેલાઇઝર આપવામાં આવ્યા છે. આખા જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ આયોજનની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 2 જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી તપાસ કરવામાં આવશે. 112નું મોનિટરિંગ પણ સતત કરવામાં આવશે. લોકોને પણ અપીલ છે કે ગેરકાયદે પ્રવૃત્તિથી દૂર રહે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરે.

ગ્રીનલેન્ડ ચોકડી પાસે મજૂર મહિલાનું મોત રાજકોટ શહેરના ગ્રીનલેન્‍ડ ચોક નજીક મોરબી રોડ પર એચપી પેટ્રોલ પંપ સામેના રોડ પર સાંજે 7.30 વાગ્‍યે મહિલાને અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલાની ઓળખ થતા તે મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં સુમલીબેન નગરૂભાઇ બામણીયા (ઉ.વ.45) હાોવનું જાણવા મળ્યું હતું. મૃતકના પતિ હયાત નથી. તેણીને સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા હોવાનું સામે આવ્યું છે. પરિવાર મુળ મધ્‍યપ્રદેશનો વતની છે. રાજકોટમાં સુમલીબેન યાર્ડમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. બી-ડિવીઝન પોલીસે અકસ્‍માત સર્જી નાસી ગયેલા વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *