રાજકોટ એરપોર્ટ પાસે અજગર દેખાયો

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ નજીક અજગર દેખાતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ગામમાં જ વન વિભાગનો કંટ્રોલરૂમ છે ત્યારે આજે (23 ડિસેમ્બર) ના બપોરે સાપ દેખાયો હોવાનો ફોન આવ્યો હતો જોકે ત્યાં જઈ વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા તે અજગર હોવાનું સામે આવ્યું હતું. જેથી અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અજગર મળી આવ્યો હતો જેને લીધે અહીંથી પસાર થતાં હવાઈ મુસાફરો અને સ્થાનિક ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અહીં આવેલા જીવાપર ગામમાં સાપ દેખાયો હોવાનો ફોન વન વિભાગને કરવામાં આવ્યો હતો જોકે વન વિભાગના RFO સહિતની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે સાપ નહીં પરંતુ અજગર છે.

અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડાયો જેથી વન વિભાગની ટીમ દ્વારા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જીવાપર ગામના સરપંચ દ્વારા જ વન વિભાગને ફોન કરી જાણ કરવામાં આવી હતી, જે બાદ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યો હતો જોકે કોઈ જાનહાનિ ન થતા વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *