રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે સિઝનલ રોગચાળો યથાવત રહ્યો છે. અઠવાડિયામાં ડેંગ્યુના નવા બે સહિત 2315 કેસની નોંધ થઇ છે. તો મચ્છરનો ઉપદ્રવ ખુબ વધ્યો હોય, મેલેરીયા શાખાની ડ્રાઇવમાં વધુ 384 મિલ્કતધારકને નોટીસ આપવામાં આવ્યાનું જાહેર કરાયું છે. આ સપ્તાહમાં પણ આશ્ર્ચર્ય વચ્ચે મેલેરીયા કે ચીકનગુનીયાનો કોઇ કેસ જાહેર થયો નથી.

તા. 15થી 21 ડિસેમ્બર દરમિયાન ડેન્ગ્યુના બે કેસ સામે આવ્યા છે તો અઠવાડિયામાં શરદી-ઉધરસના 1264, સામાન્ય તાવના 836, ઝાડા-ઉલ્ટીના 212 અને કમળાનો એક કેસ આવ્યો છે. ગત સપ્તાહે કુલ દર્દીઓની સંખ્યા 2328 અને આ સપ્તાહે 2315 નોંધાઇ છે. આ રીતે સરકારી ચોપડે લગભગ ત્રણ સપ્તાહથી રોગચાળાના દર્દીઓની સંખ્યા સ્થિર જેવી રહી છે.

664 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી આરોગ્ય શાખાએ મચ્છરોના વધેલા ખતરા વચ્ચે જણાવ્યું છે કે, ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થાળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વઘુ રહે છે. આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા કામગીરી ચાલે છે. તા.15 થી તા.21 દરમ્યાન 27,511 ઘરોમાં પોરાનાશક અને 664 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં સઘન ફોગીંગ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *