સૌરાષ્ટ્ર યુનિ.માં નાતાલમાં 60મો પદવીદાન સમારોહ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાનારા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવશે. જેમાં 14 વિદ્યાશાખાના 43,792 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તો રાજ્યપાલના હસ્તે 160 તેજસ્વી વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ અને 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ એનાયત થશે. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 129 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 49 જ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારંભ તા.25 ડિસેમ્બરના ગુરુવારના રોજ સવારે 11 કલાકે રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યના રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *