પરિવારની જાણ બહાર છકડો લઇ નીકળેલા સગીરનું અકસ્માતે મોત

પુષ્કરધામ મેઈન રોડ પર અજાણ્યા શખ્સે 19 વર્ષીય યુવતીને ફ્રેન્ડશીપ કરવા માટે કહી બીભત્સ હરકત કર્યા અંગે ફ્રિયા યુનિવર્સીટી પોલીસમાં નોંધાઈ છે જેને લઇ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. બનાવ અંગે ભોગ બનનાર 19 વર્ષની યુવતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે તે ઘરે હતી ત્યારે માતાને અને તેણીને ચા પીવી હોઇ જેથી માતાએ ચા લઇ આવવાનું કહેતાં તેણી વાહન લઇ પુષ્કરધામના ગેઈટની સામે જાફર ચાની દૂકાને ચા લેવા ગઇ હતી. ત્યાંથી ચા પાર્સલ કરીને ઘરતરફ જતી હતી દરમિયાન તેણીના ટુ-વ્હીલરની પાછળ પાછળ એક બ્લુ રંગનો શર્ટ પહેરેલો શખ્સ તેના બાઈક પર ઘસી આવ્યો હતો અને તેણી પાસે આવી ખરાબ ઇશારા કરી ખરાબ ભાષામાં ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. પરંતુ તેને ઓળખતી ન હોય અને ક્યારેય તેને જોયો ન હોય જેથી ફ્રેન્ડશીપ કરવાની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો દેવા માંડી તેની સાથે ગેરવર્તન કરવા માંડ્યો હતો જેથી યુવતી ગભરાઇ જતાં ત્યાંથી ટુવ્હીલર લઇ નીકળી ગઇ હતી અને ઘરે જઈ બનાવની જાણ પરીવારને કરી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પિતાની જાણ બહાર છકડો લઇ નીકળેલા સગીરનું અકસ્માતે મોત નીપજ્યું રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાત હનુમાન મંદિરના પાછળના ભાગે રહેતો 15 વર્ષીય રોહન ભલાભાઈ ચૌહાણ રવિવારે સવારે 10 વાગ્યા આસપાસ પિતાનો છકડો રીક્ષા લઈને ચક્કર મારવા નીકળ્યો હતો. રોહન આઇઓસી ગેસ પ્લાન્ટ પાસે પહોંચતા છકડો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી રોહનને ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા ભલાભાઈ છકડો રીક્ષાથી મંડપ સર્વિસના સામાનના ફેરા કરે છે. બનાવના દિવસે કોઈને જાણ ન હોય તેમ રોહન રીક્ષા લઈ નીકળી ગયો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *