કુવાડવા રોડ પાસે છકડો રિક્ષા પલટી ખાઈ જતાં યુવકનું મોત

શહેરના સોખડા રોડ સાત હનુમાન મંદિર પાસે રહેતા રોહનભાઈ ભલાભાઈ ચૌહાણ નામના યુવકનું સવારના દસેક વાગ્યાની આસપાસ પોતે છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે કુવાડવા રોડ ગેસ પ્લાન્ટની સામે રિક્ષા પલટી ખાઈ જતા ગળાના ભાગે ઈજા થતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ.જી. સોલંકી અને હેડ કોન્સ્ટે.વૈભવભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક યુવાન ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ અને પરિણીત હતો. છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે પોતે ઘરે એકલો હોય ઘરના સભ્યો કામ પર ગયા હોય પાછળથી પોતે રિક્ષા લઈને ચક્કર મારવા નીકળી ગયો હતો.

યુવક ત્રણ-ચાર દિવસથી રિક્ષા ચલાવતા શીખી રહ્યો હતો. કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે તપાસવા પોલીસે ઘટનાસ્થળે આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *