સુરતમાં ABVPની કાર રેલીમાં નિયમોના ધજાગરા

સુરત શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ્સ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે. વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે કરવામાં આવી છે.

સુરતની ડી.આર.બી. કોલેજ ખાતે ABVP દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા. જોકે, આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા.

રેલી દરમિયાન જોખમી રીતે કારમાં સવાર થયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ પર બેસીને જોખમી રીતે સ્ટન્ટ્સ કરી રહ્યા હતા. રેલીમાં સામેલ કેટલીક લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રતિબંધિત ‘બ્લેક ફિલ્મ’ (કાળા કાચ) લગાવેલી જોવા મળી હતી. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તે રીતે બેફામ ગાડીઓ હંકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *