રાજકોટના ગુંદાવાડી શેરી નં.26માં હેતલબેન આકાશભાઈ રાણીંગા(ઉં.વ.35) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ આકાશભાઈ હરેશભાઈ રાણીંગા, સાસુ ઉષાબેન હરેશભાઈ રાણીંગા, સસરા હરેશભાઈ નરસિંહભાઈ રાણીગા અને નણંદ ધારાબેન ધવલકુમાર લોઢિયાનું નામ આપ્યું હતું.
હેતલબેનએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન વર્ષ 2024માં નીલકંઠ ટોકિઝની બાજુમાં આનંદનગર મેઇન રોડ ખાતે રહેતા આકાશ હરેશભાઇ રાણીંગા સાથે થયા છે. આઠેક મહિનાથી તેણી પતિથી અલગ રહે છે. લગ્નજીવનથી તેને કોઈ સંતાન નથી. લગ્ન બાદ તેણી સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્ન બાદ એકાદ મહિનો સુધી સઘળું સારું રહ્યું બાદમાં સાસુ ઘરકામ અને રસોઈ કામ બાબતે નાની નાની બાબતમાં ઝઘડો કરવા લાગ્યા હતા અને પતિને કાન ભંભેરણી કરવા લાગતા પતિ સાથે ઝઘડાઓ થવા લાગ્યા હતા. તેણીને ન્યૂમોનિયા થયેલ હોય પાંચ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હોય પરંતુ પતિ કે સાસરિયાં કોઈ સંભાળ લેવા પણ આવતા ન હતાં. પતિને હોસ્પિટલનો ખર્ચો આપવાની ભાઈએ વાત કહેતા તેણે ખર્ચો આપવાની ના કહી દીધી હતી. બાદમાં તેણીએ 181ની ગાડી બોલાવવાની વાત કહેતા હોસ્પિટલનો અડધો ખર્ચો પતિએ ભોગવ્યો હતો. આમ પરિણીતાને પતિ સહિતના સાસરિયા અસહ્ય ત્રાસ આપવા હોય ફરિયાદ નોંધાઇ છે.