દોઢ વર્ષથી સાથે રહેતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો યુવતીના ભાઈ-માતા પર હુમલો

શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા અને કોરિયોગ્રાફરનું કામ કરતાં સોયબ નામના શખ્સે બે વર્ષ પહેલાં ગંજીવાડાની યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા બાદ બંને સાથે રહેતા હોય જેથી યુવતીની માતા અને ભાઈએ તેને ઘરે રોકાવા બોલાવતા આ શખ્સે આવી પહોંચી યુવતી, તેના ભાઈ અને માતા સાથે ઝઘડો કરી માર મારતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં શહેરના ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં.24 બજરંગ ચોકમાં રહેતા હર્ષદભાઈ શૈલેષભાઈ વાડોદરા(ઉં.વ.18) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોયબ અબ્દુલભાઈ ભાવર અને મુસ્કાનનું નામ આપ્યું હતું.

હર્ષદભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બુધવારે સાંજના છએક વાગ્યે પોતે પોતાની માતા અને ફઈના દીકરા અનુભાઈ સોઢાને લઈને માધાપર ચોકડીથી આગળ રાધે હોટેલની સામે રહેતી તેની મોટી બહેન છેલ્લા એક વર્ષથી સોયબ સાથે રહેતી હોય તેણે મળવા માટે સોયબના ઘરે ગયા હતા ત્યારે બહેન મુસ્કાને સોયબને તેમના આવ્યા અંગેની જાણ કરી દેતા સોયબ આવી પહોંચ્યો હતો. જે દરમિયાન તેના માતા પાયલબેનને ઘરે રોકાવા માટે બોલાવી રહ્યા હોય જેની આ સોયબે ના કહી દેતા ઉશ્કેરાઈ જઈ તેના સમાજ વિશે બોલવા લાગતા તેનું માથું દીવાલમાં ભટકાડી દઈ તેની બહેન અને માતાને માર મારવા લાગ્યો હતો.

બીજા પક્ષે યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ મનહરપુર 1માં રહેતા સોયબ અબ્દુલભાઈ ભાવર(ઉં.વ.27)એ ગંજીવાડા શેરી નં.24માં રહેતા હર્ષદ શૈલેષભાઈ વાડોદરા અને અનુભાઈ વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે કોરિયોગ્રાફર તરીકે નોકરી કરે છે. બે વર્ષ પૂર્વે પાયલ શૈલેષભાઈ વાલ્મીકિ સાથે તેને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થતા બંને છેલ્લા દોઢેક વર્ષથી સાથે રહે છે. અઠવાડિયું રોકાવાનું કહેતા પાયલનો ભાઈ બોલવા લાગ્યો કે, પાયલ સોયબથી ડરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ તેને દીવાલ તરફ ધક્કો મારી સાણસી માથાના ભાગે મારતા સિવિલમાં દાખલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *