ઈન્ડિયા-સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ પહોંચી

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચોની સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. જેના માટે ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે અમદાવાદ આવી પહોંચી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ITC નર્મદા હોટલ પર પહોંચ્યા છે. હોટેલ પર તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે. તમામ ખેલાડીઓ આજે ITC નર્મદા હોટલ રોકવાના છે. હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ પણ ITC નર્મદા હોટલ પર પહોંચી ગઈ છે.

જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે. અમદાવાદ એરપોર્ટ પર હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા. હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બંને ટીમ હોટેલ જવા માટે રવાના થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *