સર્વેશ્વર ચોકમાં ગંદકી-દબાણના ત્રાસથી વેપારીઓમાં રોષ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાનું કામ પૂર્ણ થયાને મહિનાઓ વીત્યા હોવા છતાં ગંદકીની સમસ્યા જૈસે થે જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આલીશાન શો-રૂમની બિલકુલ સામે બાંધકામ વેસ્ટ અને કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અગાઉ મહિનાઓ સુધી વોકળાનું કામ ચાલવાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, ત્યારે હવે કામ પૂરું થયા પછી પણ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આળસ દાખવવામાં આવતા રોષ વ્યાપ્યો છે. ઉપરાંત, સર્વેશ્વર ચોક ખાતે પાર્કિંગ માટેની જગ્યામાં ખાણી-પીણીના સ્ટોલધારકોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા અને શિવમ બિલ્ડીંગના પ્રમુખ દ્વારા મહાપાલિકાને તાત્કાલિક આ દબાણો હટાવવામાં આવે અને કચરાનો નિકાલ કરવાની અપીલ કરવામાં આવી છે.

રાજકોટમાં થોડા મહિના પહેલા રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસે સિગ્નલ બંધ હતું, ત્યારે પૂરપાટ ઝડપે ચલાવી અનેક વાહનોને હડફેટે લઈ 4 લોકોના મોત નીપજાવ્યા હતા. આવો બનાવ બનતા આજે સહેજમાં અટક્યો છે. જેમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ રાજકોટના લીંમડા ચોકમાં ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ હોવાથી બાઈકસવાર બે યુવાનો નિયમનું પાલન કરતા સ્ટોપ લાઈન પાસે ઉભા હતા. બાઈક ઉભું હતું ત્યાં પાછળથી રાજકોટ મનપાનું સેફ્ટી ટેન્ક ટ્રક પૂરઝડપે આવ્યો અને બાઈકને અટફેટે લેતા બાઈક પર બેઠેલા બંને યુવાનો જમીન પર પછડાયા હતા. દરમિયાન અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *