રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે પરંતુ ઈન્ડિગો એર લાઇન્સના ઓપરેશનલ રિઝનના કારણે છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે ત્યારે આજે 5 ડિસેમ્બરના પણ ઈન્ડિગોની સવારથી સાંજ સુધીની 8 ફ્લાઇટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. આ સિવાય હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.
ઈન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ રાજકોટ એરપોર્ટ પરથી 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલોર, 4.55 વાગ્યાની મુંબઈ, 5.55 વાગ્યાની દિલ્હી, 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતા મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે.
ઈન્ડિગોની મોટાભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતા મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે. રાજકોટથી 36 કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે.
ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલા ફ્લાઇટ કેન્સલ થયા નહીં એડવાન્સ જાણ કરવામાં આવતા એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે પરંતુ મેડિકલ ઈમરજન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા છે.