કિશોરભાઈ કરશનભાઈ સવાણી (ઉ.વ. 71, રહે. 102, એલિના ઇન્કલેવ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક, મવડી)એ ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમના પત્ની બજારમાં ગયા હતા અને પાછળથી કિશોરભાઈએ આ પગલું ભર્યું હતું. કોઈએ 108ને જાણ કરતા સ્થળ પર પહોંચેલા તબીબે વૃધ્ધને મૃત જાહેર કર્યાં હતા. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કિશોરભાઈ પોરબંદર ખાતે પોલીસમેન હતા. ઘણા સમય પહેલા નિવૃત થઈ ગયા હતા. તેઓને સંતાનમાં 3 દીકરા છે. દીકરાઓ અલગ રહે છે. કિશોરભાઈ તેમના પત્ની સાથે રહેતા હતા. જિંદગીથી કંટાળી પગલું ભર્યાનું પરિવારનું અનુમાન છે. જોકે પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
અન્ય બનાવ
આજી વસાહતમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો હતો. જેમાં યુવાનને આંતરી બેફામ ફટકારી બાઈકમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખી બાઇકમાં તોડફોડ કરી રૂ.25 હજારનું નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે આજી વસાહતમાં આંબેડકરનગર શેરી નં.11 માં રહેતાં સુજલભાઈ સંજયભાઈ બાબરીયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુજલ દિપક પરમાર, મયુર કિશોર ખીમસુરીયા, જયેશ ઉર્ફે જયુ મુકેશ ચાવડા, મોહિત ઉર્ફે કાળુ દીપક પરમાર અને મીત ઉર્ફે મિતુ ઈશ્વર પરમાર (રહે. તમામ થોરાળા, રાજકોટ) નું નામ આપતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.