માલવિયાનગર પોલીસ દ્વારા 16 અરજદારના સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં તથા ગુમ-ચોરી થયેલ 24 અરજદારના ફોન શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવ્યા હતા.
શહેરમાં રહેતા અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં તથા ભીડભાડ વાળી જગ્યાએથી ગુમ થયેલા ફોન CEIR પોર્ટલની મદદથી શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અનવ્યે માલવિયાનગર પોલીસે સાયબર ફ્રોડમાં ગયેલા 16 અરજદારના કુલ રૂ.5.36 લાખ તથા ગુમ-ચોરી થયેલા 24 ફોન જેની કુલ કિંમત રૂ.5.34 લાખ શોધી માલવિયાનગર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તમામ અરજદારોને સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર અંતર્ગત અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.