દિતવાહ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી

બંગાળની ખાડીમાં શ્રીલંકા ઉપર રહેલા દિતવાહ નામના વાવાઝોડાએ તબાહી મચાવી છે. અત્યારે સાયક્લોન સિઝન છે તેનો હાલ અંત ચાલી રહ્યો છે. આ સાયક્લોન શુક્રવારની સ્થિતિએ શ્રીલંકા ઉપર સ્થિર છે. જો કે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ હોય ત્યાં આ વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. પરંતુ તેનાથી આપણા ગુજરાતને કોઈ ખતરો હોતો નથી. ગુજરાતમાં ભારે વરસાદ કે વધુ પવન ફુંકાવાની પણ કોઈ શક્યતા નથી. ગુજરાતનું હવામાન અત્યારે જે છે તેવું જ રાબેતા મુજબનું રહેશે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે ખેડૂતો ખેતીકામ કરી રહ્યા છે તેમણે રાબેતા મુજબનું ખેતીકામ ચાલુ રાખી શકે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ જે છે તેવું જ રાબેતા મુજબનું જ હવામાન રહેવાનું છે.

15 સપ્ટેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધી સામાન્ય રીતે સાયક્લોનની સિઝન ગણવામાં આવે છે જે બંગાળની ખાડી કે અરબસાગરમાં બનતા હોય છે છતાં પણ ક્યાંક ઊંચું તાપમાન હોય અને વરસાદી સિસ્ટમ હોય ત્યાં આવા સાયક્લોન બનતા હોય છે. એવી રીતે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બન્યું હતું જેનું નામ યમન દેશ તરફથી આપવામાં આવ્યું હતું. આ સાયક્લોનનું નામ છે દિતવાહ.

પરંતુ જ્યારે જયારે બંગાળની ખાડીમાં સાયક્લોન બનતું હોય છે તેનાથી આપણા ગુજરાતને કોઈ ખતરો હોતો નથી. એટલે આપણે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. એટલે આ દિતવાહ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી અને આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ કે ભારે પવન ફુંકાવાની પણ કોઈ શક્યતા નથી. ગુજરાતનું હવામાન અત્યારે જે છે તેવું જ રાબેતા મુજબનું રહેશે. અમારા અનુમાન મુજબ બંગાળની ખાડીમાં આ દિતવાહ વાવાઝોડું છેલ્લું વાવાઝોડું છે. તેના પછી બીજા કોઈ સાયક્લોન આવવાની શક્યતા નથી. હવે પછી 15 મેથી સાયક્લોનની શરૂઆત થશે જેને પ્રિ-મોન્સુન સાયક્લોન કહે છે. – પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, એક્સપર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *