રાજકોટ જિલ્લામાં પાકિસ્તાનીઓની 70 ‘એનિમી પ્રોપર્ટી

કેન્‍દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનની ભારતમાં રહેલી એનિમી પ્રોપર્ટી આઇડેન્ટીફાય કરવા માટેનો નિર્ણય લેવાયો છે ત્યારે હાલ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રોપર્ટી આવેલી છે. જે કસ્‍ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો સર્વે કરવા માટે મુંબઈથી સર્વેયર સહિતની ટીમ ફરી રાજકોટ આવી છે. જે અલગ અલગ જગ્યાએ સર્વે કરી તેનો રિપોર્ટ મુંબઈ વડી કચેરીમાં આપશે અને બાદમાં આવી પ્રોપર્ટી પર રહેલું દબાણ દૂર કરી તેની હરાજી કરવામાં આવશે.

એક અંદાજ મુજબ રાજકોટ જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં 70 જેટલી એનિમી પ્રોપર્ટી આવેલી છે. જેમાં જેતપુર શહેર અને પંથકમાં જ 45 મિલકતો આવેલી છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ,ધોરાજી પંથકમાં 20 મીલકતો આવેલી છે. આ જગ્યાઓ ઉપર હાલ કોઈ દબાણ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે બાદમા વર્ષોથી સરકાર હસ્તગત રહેલી આ દુશ્મની મિલકતો હરાજી કરવામા આવશે.

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનિમી પ્રોપર્ટીની માહિતી કેન્દ્ર સરકારને મોકલાઈ રાજકોટ સહિત દેશભરમાં કેટલી હિજરતી એટલે કે દુશ્‍મની મિલકતો આવેલી છે. તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ મુંબઇથી રાજકોટ કલેકટર સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ પણ યોજાઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી 70 મિલકતોની વિગતો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુંબઇ ખાતે રહેલ કસ્‍ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી તંત્રને મોકલી આપવામાં આવી છે. જેમાં આ મિલકતોનુ વેલ્યુએશન કાઢવામાં આવેલું છે અને કેટલી જગ્યા છે તેની વિગતો પણ મોકલવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *