માવઠાગ્રસ્ત ખેડૂતોને RDC બેંક ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે

ગુજરાત આ વર્ષે ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કેડ ભાંગી નાખી છે. ખેતરોમાં પાક તૈયાર થઈ ચૂક્યો હતો ત્યારે જ વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. રાજ્ય સરકારે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ 22 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. હવે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક પણ ખેડૂતોની વ્હારે આવી છે. રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજે ‘ખાસ કૃષિ લોન’ની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા જે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 12,500 થી 65,000 સુધીની લોન ઝીરો ટકાના દરે આપવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ ખાસ કૃષિ લોનનો રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *