રાજકોટમાં 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાંજ લઘુતમ તાપમાનનો પારો 15.7 ડિગ્રી સુધી ગગડતાં ઠંડી વધી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની શરૂઆત આ વર્ષે સમય પહેલાં થઈ હોવાનું હવામાન વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, રાજકોટમાં 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં નવેમ્બરના પ્રથમ દશકમાં જ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. સોમવારે શહેરનું લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું ગણાય છે.

ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાવા લાગતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત ઘણા વિસ્તારોમાં સવારના સમય દરમિયાન હળવા ધુમ્મસ અને ઠંડકનો માહોલ છવાતો જોવા મળ્યો છે. સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુતમ 15.7 ડિગ્રી રહ્યું હતું, એટલે દિવસ-રાતના તાપમાનમાં આશરે 17 ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. રાજકોટમાં નવેમ્બર મહિનાના પ્રથમ દસ દિવસમાં જ પારો 15.7 ડિગ્રી સુધી ઉતરી જવો ઓછું બને છે. 2010 પછી પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે.

15.7 ડિગ્રી સાથે રાજકોટ સૌરાષ્ટ્રમાં બીજા નંબરે, 14.8 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ઠંડી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શિયાળુ માહોલ જામવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગત 24-કલાકમાં જ લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધુ ઘટાડો નોંધાતા લોકોએ ઠંડીનો આકરો ચમકારો અનુભવ્યો હતો. સોમવારે રાજકોટનું લઘુતમ તાપમાન ગગડીને 15.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું જે સૌરાષ્ટ્રમાં બીજા નંબરે છે જ્યારે 14.8 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *