આટકોટનાં ગુંદાળા ખોડલ જીન ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આરંભ થયો હતો. જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી તે પૈકી 21 ખેડૂતને મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે તમારી મગફળી લઇને આવી જજો, ટેકાના ભાવે ખરીદાશે. જેના પગલે ખેડૂતો મગફળી લઇને પહોંચ્યા હતા અને ખરીદી પ્રક્રિયાનો શુભારંભ થયો હતો.
આટકોટનાં ગુંદાળા રોડ પર આવેલા ખોડલ જીનમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે જેમાં શરુઆતમા 21 ખેડૂતોને બોલાવ્યા હતા જેમાં પ્રથમ આટકોટનાં ખેડૂતોનો નંબર લાગ્યો હતો જેમને મોબાઈલમાં મેસેજથી જાણ કરવામાં આવ્યા હતા જેથી બપોર બાદ ખેડુતો મગફળી લઇને નિર્ધારિત સ્થળે પહોંચી ગયા હતા અને ટેકાનાં ભાવે મગફળીની ખરીદીના શ્રીગણેશ થયા હતા.
ટેકાના ભાવે મગફળીની ખરીદીની જસદણના અલગ અલગ કેન્દ્ર પર તૈયારીઓ કરવામાં આવી છે અને તેના અનુસંધાને 21 ખેડૂતને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા. આ તકે કેન્દ્ર ખાતે ખેડૂતો માટે ચા પાણીની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.