આંબેડકરનગર-3માં રહેતાં પિન્ટુ કાનજીભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ભૂપત પીઠાભાઈ કટારિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે ભૂપતે રિક્ષા શેરીમાં નહીં રાખવા મુદ્દે ગાળો ભાંડી તલવાર વડે હુમલો કર્યો હતો.
બાદમાં આજે તો તને જાનથી મારી જ નાખવો છે કહી પથ્થરનો ઘા કર્યો હતો. તેના ફોનની ડિસ્પ્લે તોડી નાસી છૂટયો હોવાનું જણાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.