ATMમાં રોકડની કામગીરી કરતાં બે ઓફિસર, ગનમેન, ડ્રાઈવર પર હુમલો

એટીએમમાં રોકડ મુકવાની કામગીરી કરતા બે ઓફીસર, ગનમેન અને ડ્રાઇવર પર હુમલાની ઘટના બનતા 2 અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે કાલાવડ રોડ કટારિયા ચોકડી નજીક મટુકી રેસ્ટોરન્ટ પાછળ પૂજા બોય્સ હોસ્ટેલમાં રહેતાં અને એરપોર્ટ ફાટક જૈન દેરાસર પાસે આવેલ સીએમએસ કેસ મેનેજમેન્ટમાં કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કુલદીપ હરેશભાઇ મેટડિયા(ઉ.વ.19) એ ફરિયાદમાં જણાવ્યું છે, તે મૂળ વીંછિયાના લાલાવદરનો વતની છે અને હાલ રાજકોટ પી.જી.માં એક વર્ષથી રહી એરપોર્ટ ફાટક પાસે સીએમએસ કંપનીમાં કેસ મેનેજમેન્ટમાં કેસ ઓફિસર તરીકે નોકરી કરે છે.

જેમાં શેહરના તમામ બેંકના એટીએમમાં કેસ(રોકડ) લોડિંગ અને અનલોડિંગ કરવાની કામગીરી તેની રહે છે. નિત્યક્રમ મુજબ તે સવારે ટાટા ગાડીમાં બીજા કેસ ઓફિસર રાહુલભાઇ નાગરભાઇ રાઠોડ(ઉ.વ.22), ડ્રાઇવર તરીકે અરૂણભાઇ રસિકલાલ નિમાવત અને ગનમેન તરીકે કનકસિંહ કિરીટસિંહ રાણા સાથે બુધવારે સવારે પણ ગાડીમાં બેસી ફરજ બજાવવા ગયા હતા.

બાદમાં સાંજના સાડા છએક વાગ્યે તેઓ ટાટા ગાડી લઇ યુનિવર્સિટી રોડ વિમલનગર મેઇન રોડ શિવધારા ચાર રસ્તા પર આવેલા બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ ખાતે ગયા હતાં. ત્યાં તેમણે કેસ(રોકડ) લોડિંગ કરવા માટે ગાડી ઊભી રાખી હતી.

કામ પૂરું કરી તેઓ પરત ગાડી પાસે આવ્યા ત્યારે બે અજાણ્યા શખ્સ રસ્તા પરથી પસાર થતાં આવતા જતાં લોકોને ગાળો દેતાં હોઇ અને સુલેહ શાંતિનો ભંગ કરતાં હોઇ પરંતુ તેઓએ આ શખ્સો તરફ ધ્યાન દીધું નહોતું. ત્યારબાદ આ બંને શખ્સ તેની પાસે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *