ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા.
ત્યાર બાદ આજે તેમને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે. આશ્રમમાંથી હટાવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. જો કે તેઓ હવે આશ્રમમાં આવશે નહીં.
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિઓના માનસિક ત્રાસના કારણે આશ્રમ છોડીને ગુમ થયા હતા. જોકે, હાલમાં તેમણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આ ઉપરાંત, જો તેમને કાયદેસરની ફરિયાદ નોંધાવવી હશે, તો તેઓ રૂબરૂ પોલીસ સ્ટેશન આવીને નોંધાવશે.