SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન) અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2002 બાદ હવે 2025માં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ શરૂ થઈ છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 23,91,027 મતદારો છે. જેમનું ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત એક મહિનામાં વેરિફિકેશન કરવામાં આવશે. જેની ડોર ટુ ડોર કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. વહિવટી તંત્ર દ્વારા બુથ લેવલ ઓફિસરને આ કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લામાં નવા 256 મતદાન મથકો ઉમેરાતા 2512 મતદાન મથકો થયા છે.
‘મતદાર યાદીને લગતી અલગ અલગ પ્રકારની વિગતો માંગી’ શહેરના 68 વિધાનસભા મત વિસ્તારમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ઢાંકેચાએ જણાવ્યું હતું કે, મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ અંતર્ગત વહીવટી તંત્રનો સ્ટાફ અમારા ઘરે આવ્યો છે અને મતદાર યાદીને લગતી અલગ અલગ પ્રકારની વિગતો માંગી છે. એક ફોર્મ ભરાવવામાં આવ્યું છે, જેમાં ફોટો, આધાર કાર્ડ મુજબ નામ અને એડ્રેસ સહિતની વિગતો લખવામાં આવી છે.
જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા/વાલીનું નામ, પિતા/વાલીનો મતદાર ઓળખ પત્ર, માતાનું નામ, માતાનો મતદાર ઓળખ પત્ર, જીવનસાથીનું નામ અને જીવનસાથીનો મતદાર ઓળખ પત્ર.