જમીન મુદ્દે જમાઈ અને ભત્રીજી પર કૌટુંબિક કાકા સહિત 3નો હુમલો

છોટુનગરમાં રહેતી પરિણીતાની પાટણ જિલ્લાના સમી ગામે આવેલી તેના પિતાની જમીનને લઈને પિતાના સાવકા ભાઈ સાથે વિવાદ ચાલતો હોઈ જેનો ખાર રાખી કૌટુંબિક કાકા-કાકી અને ભાઈએ ભત્રીજીના ઘરે આવી લોખંડનો પાઇપ ફટકારી તેણીનો હાથ ભાંગી નાખતા ફરિયાદ નોંધાઈ હતી.

એરપોર્ટ રોડ છોટુનગર શેરી નં.6માં રહેતા તારાબેન રતનભાઈ રાફૂચા(ઉં.વ.34) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાટણના રાધનપુર તાલુકના કૌટુંબિક કાકા કાંતિભાઈ રામજીભાઈ સમેચા, તેનો પિતરાઈ કિશન કાંતિ સમેચા અને તેની કાકી હંસાબેન કાંતિ સમેચાનું નામ આપ્યું હતું. પિતાના સાવકા ભાઈ કાંતિભાઈ રામજીભાઈ સમેચા અને તેની પત્ની અને પુત્ર ધોકા પાઈપ સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા. કિશને તેના હાથમાં રહેલા ધોકા વડે હાથના ભાગે એક ઘા ફટકારતાં તેણી જમીન પર પટકાઈ ગઈ હતી. જે બાદ કાકા કાન્તિભાઈ અને કાકી હંસાબેને પાઈપ અને ઢીકાપાટુનો માર માર માર્યો. વચ્ચે પડતાં તેમણે પતિ રતનને પણ આડેધડ માર મારી કહ્યું કે, “જીવતા રહેશો તો ફરી આવી જાનથી મારી નાખીશું’. પોલીસે ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *