નકલી પોલીસ બનીને લૂંટ કરનારને અસલી પોલીસે ઝડપી પાડ્યો

રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને લૂંટી લેતા શખ્સે વધુ એક જગ્યાએ 20 હજારનો તોડ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે જો કે નકલી પોલીસ બનીને ગયેલા શખ્સને અસલી પોલીસે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 5-5 વખત નકલી પોલીસ બની તોડ કરવાના કેસમાં ઝડપાયેલ આરોપી એક વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો આમ છતાં ફરી જેલમાંથી બહાર આવી પોલીસના નામે લૂંટ ચલાવતા આખરે પોલીસે તેને છઠ્ઠી વખત ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ટ્રાન્સપોર્ટના વેપારીને નકલી ક્રાઇમ બ્રાન્ચનો ભેટો થયો રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા બરકતીનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સમીરભાઈ મુલતાની (ઉં.વ.42)એ નામચીન મિહિર કૂંગસિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પોતાના વતનમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ હાજરી આપવા ગયાં હતાં. અહીંથી ગઈકાલે પરત 4 વાગ્યે એસ.ટી. બસમાં રાજકોટ આવવા રવાના થયા હતા અને સાંજે 7 વાગ્યે રાજકોટ બસપોર્ટ પર ઉતરી બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચાની હોટલે ચા પીવા ગયાં હતા. અહીં બાજુમાં એક શખ્સ ઉભો હતો.

ચા પીને તે ભૂતખાના ચોક પહોંચી ઘરે જવા રીક્ષામાં બેઠાં હતાં અને નાગરીક બેંક ચોક પહોંચતા એક એક્સેસ ચાલકે રિક્ષાને આંતરી હતી અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં છે કહી રિક્ષામાંથી નીચે ઉતારી તમારા પર કેસ થયો છે તેમ કહીં બાઈકમાં બેસાડી ગાયત્રી મેઈન રોડ પર લઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *