મૂળ એમપીની પરિણીતા સાથે મહિલા મિત્ર મારફત પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દુષ્કર્મના આ બનાવમાં મૂળ એમપીના ધાર જિલ્લાના રાજગઢ તાલુકાની વતની અને હાલમાં રાજકોટમાં રહી મજૂરીકામ કરતી 22 વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે બબુડી(એક મહિલા) અને રાજ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પૂર્વે એમપીમાં પતિ સાથે રહેતી હતી. ત્યારે તેણીના માતા-પિતા સુરેન્દ્રનગરમાં રહી ખેતમજૂરી કરતાં હોવાથી તેણીને ત્યાં જવું હોય જેથી પતિને વાત કરતા તેણે ના પાડી હોવાથી તેણી પતિને કીધા વગર એમપીથી નીકળી ગઈ હતી, પરંતુ સુરેન્દ્રનગર જવાને બદલે તેણી ચોટીલા પહોંચી ગઈ હતી. ત્યાંથી રાજકોટ આવી હતી.
ત્યારબાદ અહીં તેણીનો બબુડી નામની એક મહિલા સાથે સંપર્ક થયો હતો. ત્યારે આ બબુડીએ તેના પરિચિત રાજ સાથે તેણીનો સંપર્ક કરાવ્યો હોય જેથી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. જે સંબંધ પ્રેમમાં બંધાતા આરોપી રાજે તેણીને પોતાના ઢેબર રોડ વિસ્તારમાં આવેલ ભાડાના મકાનમાં લગ્નની લાલચે લઈ જઈ અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.