અમરેલી, બોટાદ, અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજથી અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગઢડા શહેર સહિત અડતાળા, લાખણકા, ગઢાળી, ચિરોડા, સાજણાવદર, વનાળી, બોડકી, રણીયાળા, ગુંદાળા, પડવદર, ગોરડકા, ટાટમ સહિતના ગામોમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ નોંધાયો છે.

જિલ્લાના બરવાળા, રાણપુર અને બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *