વિરાટ કોહલી બાદ અવનીત કૌર સૂર્યકુમાર યાદવને કારણે ચર્ચામાં

એક્ટ્રેસ અવનીત કૌર થોડા સમય પહેલા ક્રિકેટર વિરાટ કોહલીના કારણે ચર્ચામાં હતી. ત્યારે એક્ટ્રેસ ફરી અન્ય એક ક્રિકેટરના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ક્રિકેટર સૂર્યકુમાર યાદવે તેની પત્ની સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. ક્રિકેટર અને તેની પત્ની મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા. આ વીડિયોમાં એક્ટ્રેસ અવનીતની ઝલક જોવા મળી હતી. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

ક્રિકેટર સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં ક્રિકેટર તેની પત્ની દેવિશા શેટ્ટી સાથે ભગવાન મહાકાલની પૂજામાં સામેલ થયો હોવાનું દેખાઈ રહ્યું છે. સાથે જ આ વીડિયોમાં એક્ટ્રેસ અવનીત કૌર ક્રિકેટર અને તેની પત્નીની બાજુમાં બેસેલી જોવા મળી રહી છે. સૂર્યકુમારે વીડિયો પોસ્ટ કરીને લખ્યું, ‘જય શ્રી મહાકાલ’.

નોંધનીય છે કે, એક્ટ્રેસ અવનીત કૌરે 13 ઓક્ટોબરે પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસે તે ભગવાન મહાકાલના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર મહાકાલેશ્વર મંદિરના ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘મારા જન્મદિવસે ભગવાન શિવના આશિર્વાદ લીધાં. હર હર મહાદેવ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *