સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે. અમરોલી વિસ્તારમાં 2000 રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. 2000 રૂપિયા ના આપતા મિત્રએ માત્ર લાકડાનો ડંડો માથામાં મારીને મિત્રના ભાઈએ પતાવી દીધો હતો. જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રને બચાવવા ગયેલા ત્રણ અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને હત્યાની ઘટનાઓ રાત્રિના સમયે માત્ર પાંચ કલાકની અંદર બની હતી.
2 હજારની ઊઘરાણીમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો હત્યાના પહેલા બનાવમાં મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશ અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ માં સંચા ખાતામાં 40 વર્ષીય ગિરધારી સિપાહીયા વર્મા કામ કરતો હતો અને ભાઈ રામલોચન સાથે રહેતો હતો. ત્રણેક દિવસ પહેલા ગામના જ વતની અને મિત્ર એવા કમલેશ ઘરની પાસેથી ઘર ખર્ચ માટે 2000 રૂપિયા હાથ ઊચી ના લીધા હતા. ગઈકાલ સાંજના સમયે ગિરધારી પાસે કમલેશે પૈસાની ઉઘરાણી કરીને બોલાચાલી કરી હતી. આ સાથે જ અપ શબ્દો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો.
આરોપીએ મિત્રના મોટા ભાઈને માથામાં દંડો મારતા ઘટનાસ્થળે જ મોત ગિરધારી સાથે કમલેશ ઝઘડો કરતો હોવાથી ગિરધારીનો મોટો ભાઈ લોચન ઉર્ફે રામ લોચને કમલેશને અપશબ્દો નહીં બોલવા અને અહીંથી જતો રહેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અંજની વિભાગ ચાર સમજુબા હાઉસની સામે જાહેર રોડ પર કમલેશે લાકડાનો ડંડો લઈને મિત્ર ગિરધારીના મોટાભાઈ રામલોચને માથામાં મારી દીધો હતો. જેના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ગિરધારીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં અમરોલી પોલીસે આરોપી કમલેશ સાહુને ઝડપી પાડ્યો છે.