બસ સ્ટોપ-પીકઅપ સ્ટેન્ડ પર સ્ટિકર-પોસ્ટર લગાડનાર ત્રણ આસામીને દંડ

શહેરી બસ સેવાના બસ સ્ટોપ અને પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં સ્ટિકર અને પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના પીકઅપ અને બસ સ્ટોપને નુકસાન કરી કદરૂપા બનાવવા બદલ 3 (ત્રણ) આસામીઓને રૂ.47 હજારનો વહીવટી ચાર્જ ભરવા નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પૂરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે.

જે સબબ કુલ 72 રૂટ પર 100 CNG તથા 138 ઇલે. એમ કુલ 238 બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે તેમજ શહેરીજનોને બસ રૂટનાં સમયપત્રક અને બેસવાની સુવિધા મળી રહે તે માટે શહેરના અલગ અલગ જગ્યા પર બસ સ્ટોપ અને પીકઅપ સ્ટોપનું નિર્માણ કરવામાં આવેલ છે.

જુદી જુદી વ્યક્તિઓ દ્વારા શહેરી બસ સેવાના બસ સ્ટોપ અને પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં સ્ટિકર તથા પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના પીકઅપ અને બસ સ્ટોપને નુકસાન કરી કદરૂપા બનાવ્યાનું ધ્યાનમાં આવતા જવાબદાર 3 આસામીઓને રૂ.47 હજારનો વહીવટી ચાર્જ ભરવા નોટિસ આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *