બોલેરોમાં બેઠેલા મહિલાના થેલામાંથી 1 લાખના દાગીનાની ચોરી

પડધરીમાં રહેતી મહિલા છૂટક-છૂટક વાહન કરી તેના પિયર જતા હતા ત્યારે બોલેરોમાં બેસીને ઘરે જઈ થેલો તપાસતા તેમાંથી 1 લાખના દાગીનાની ચોરી થઇ હતી.

પડધરી તાલુકાના ભરવાડવાસ પ્રગટેશ્વર મંદિરની નજીક રહેતા મધુબેન રઘુભાઈ બાંભવા(ઉં.વ.40) એ બોલેરો ચાલક અને તેની સાથેના માણસે બોલેરો ગાડીમાં બેસાડીને લઇ જતી વળીએ નજર ચૂકવી થેલામાંથી રૂ.1 લાખની કિંમતના સાડા 4 તોલા વજનના સોનાના ભરવાડી કાઠલાની ચોરી અંગેની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *