હિટ એન્ડ રનમાં પતિની નજર સામે પત્નીનું મોત

શારદાબેન રાજેશભાઈ કોટડીયા (ઉ.વ.50) ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ પોતાના પતિ રાજેશભાઈના બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રામવન પાસે આજીડેમ વાળા રોડ ઉપર અજાણ્યો બોલેરો ચાલક બાઈકને ઠોકરે લઈને નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં શારદાબેનને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તત્કાલ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમને ડોકટરે તપાસી મૃત જાહેર કર્યાં હતા. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે. શારદાબેન પતિ સાથે તેમના મોટાભાઈના ઘરે ખબર કાઢવા ગયા હતા ત્યાંથી પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અન્ય બનાવ પ્રવેશી ધનાભાઈ બારીયા (ઉં.વ.18) આજે વહેલી સવારે શોલઝેલ કંપનીમાં હતો ત્યારે ચીમનીમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સાથી કર્મચારીઓનું ધ્યાન પડતા 108માં જાણ કરી હતી 108ના ઇએમટીએસ સ્થળ ઉપર આવી યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો અને શાપર પોલીસને જાણ કરી હતી. શાપર પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેને પોસમોર્ટમ અર્થે કોટડાસાંગાણી ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અહીં પોતાના માતા પિતા સાથે રહેતો હતો. તેને મોબાઈલ ખરીદવો હોય તે બાબતે માતા-પિતા સાથે બોલાચાલી થઈ હતી. મોબાઈલ ખરીદવા બાબતે ઠપકો મળ્યો હતો જેનું લાગી આવતા યુવાને આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *