શાપરમાં 17 વર્ષીય સગીરને રાત્રે અચાનક ગભરામણ થવા લાગતા બેભાન થયો

ધવલ રતનભાઇ રાઠવા (ઉં.વ.17) ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતા પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ધવલ બે ભાઈમાં મોટો હતો અને તે મૂળ વડોદરા જિલ્લાના જેતપુર પાવી પંથકનો વતની હતો. અહીં પરિવારને ખેતી કામમાં મદદ કરતો હતો.

ગઈકાલે રાત્રે જમીને તે વાડીએ બેઠો હતો ત્યારે પોતાને ગભરામણ થવા લાગતા પરિવારને જાણ કરી હતી જો કે પરિવારજનો કંઈ સમજે તે પહેલા જ ધવલ બેભાન થઈ ગયો હતો અને તેને યોગ્ય સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *