શહેરમાં ‘સ્વચ્છતા હી સેવા-2025’ અને ‘સ્વચ્છોત્સવ’ અભિયાનના ભાગરૂપે બુધવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળ પ્રદ્યુમ્ન પાર્ક અને રામવન, બાગ બગીચાઓ, હોકર્સ ઝોન, પબ્લિક ટોઇલેટ, કોમ્યુનિટી ટોઇલેટ, જી.વી.પી. વગેરે સ્થળોએ 4836 સફાઈ કામદારો દ્વારા સફાઈ કરાઇ હતી.
2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીને જન્મજયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરાયું છે. ‘સ્વચ્છ ભારત મિશન’ની 11મી વર્ષગાંઠની‘સ્વચ્છતા હી સેવા-2025’ ને તા.17થી તા.31 સુધી “સ્વચ્છોત્સ્વ” તરીકે ઉજવવા આયોજન કરાયું છે. ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળ પ્રદ્યુમ્ન પાર્ક, રામવન, બાગ બગીચાઓ, હોકર્સ ઝોન, પબ્લિક ટોઇલેટ, કોમ્યુનિટી ટોઇલેટ, જીવીપી વગેરે સ્થળોએ 25 ટન કચરાનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. વોર્ડ નં.1થી 18 વોર્ડમાં શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરીહતી.