રાજકોટમાં પ્રથમ નોરતે 407 વાહનોની ખરીદી

ભારત સરકાર અને જીએસટી કાઉન્સિલ દ્વારા નવરાત્રિમાં GST ની ટકાવારીમાં ઘટાડો કરી દિવાળીની ડબલ ધમાકા ઓફર ગ્રાહકોને આપી છે. જેમાં વાહનોના મેન્યુફેક્ચરિંગ અને વેચાણ પરનો જીએસટી રેટ ઘટાડવામાં આવતા વાહનોના વેચાણમાં તેજી આવશે. નાની કાર પર GST 29% થી ઘટી રૂ.18% તો મોટી કાર પર GST 45% થી ઘટી 40% થઈ જતા વાહનોનું બમ્પર વેચાણ થશે. ટુ વ્હીલરમાં એવરેજ રૂ.10,000, નાની કારમાં રૂ.80000 થી લઈને રૂ.1.30 લાખ તો મોટી કારના ભાવમાં રૂ.45000 થી લઈને રૂ.1.10 લાખનો ઘટાડો થયો છે. જેથી નવરાત્રિથી લઈ અને દિવાળી સુધી વાહનોની રેકોર્ડ બ્રેક ખરીદી થશે. રાજકોટમાં નવરાત્રિમાં ટુ વ્હીલરની ખરીદી 8000 થી વધી 12,000 થશે તો ફોર વ્હીલરનું વેચાણ 2000થી વધી 3000 થઈ જાય તેવી શક્યતા છે. રાજકોટમાં પ્રથમ નોરતે RTO માં 407 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં 229 ટુ વ્હીલર તો 109 મોટર કાર છે.

રાજકોટમાં અતુલ ઓટોના ગ્રૂપ CEO આનંદ રાડીયાએ જણાવ્યું હતું કે, GST કાઉન્સિલ અને કેન્દ્ર સરકારની મળેલી બેઠકમાં અલગ અલગ મટીરીયલ્સમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. જેને લીધે કારના વેચાણમાં જે ઘટાડો આવ્યો હતો તેમાં ખૂબ જ તેજી આવશે અને તેનું વેચાણ દોઢ ઘણું વધી જશે. મારુતિમાં 1000,1200 અને 1500 CC ની કાર છે. જેમાં પહેલા જીએસટી 28 % અને 1% સેસ એટલે કે એડિશનલ ચાર્જ ઘટાડીને હવે કુલ 18 % કરી નાખવામાં આવ્યો છે. આમ ગ્રાહકોને 11% નો ફાયદો થઈ રહ્યો છે. જ્યારે મોટી કાર એટલે કે 1500 CCની વાત કરવામાં આવે તો તેમાં 28% જીએસટી અને 17% સેસ હતી. જેથી કુલ 45% જીએસટી લાગુ પડતો હતો તેની જગ્યાએ હવે 40% થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *