મણિપુરમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો

શુક્રવારે સાંજે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં આતંકવાદીઓએ આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો શહીદ થયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ ઘાયલોને RIMS હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ નામ્બોલ સબલ લાઇકાઇ વિસ્તારમાં બની હતી જ્યારે આસામ રાઇફલ્સના જવાનો ઇમ્ફાલથી વિષ્ણુપુર જઈ રહ્યા હતા. આતંકવાદીઓએ વાહન પર હુમલો કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ નામ્બોલ સબલ લાઇકાઇ વિસ્તારમાં બની હતી, જ્યારે આસામ રાઇફલ્સના જવાનો ઇમ્ફાલથી વિષ્ણુપુર જઈ રહ્યા હતા. હુમલાખોરોએ વાહન પર હુમલો કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *