રાજકોટ શહેરના મવડી વિસ્તારના વિનાયકનગરમાં પાણી ભરેલી ડોલમાં પડી જવાથી બાળકીનું મૃત્યુ થયું હતું. વિનાયકનગરમાં રહેતાહ સંજયભાઇ વિશ્વકર્માની 8 માસની પુત્રી દિવ્યાંશી બપોરે ઘરે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગઇ હતી.
બાળકી ડોલમાં ડૂબી જતા બેભાન થઇ ગઇ હતી તેની જાણ થતા તેને હોસ્પિટલમાં ખસડવામાં આવી હતી. પરંતુ બાળકીનું પ્રાણપંખેરું ઉડીગયું હતું. વહાલસોયી પુત્રીના મોતથી વિશ્વકર્મા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.