રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તારની 28 સોસાયટીમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત લંબાવવા દરખાસ્ત કરવામાં આવી છે.આ દરખાસ્તનો રિપોર્ટ સિટી પ્રાંત-1 દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે.જે 28 સોસાયટી છે ત્યાં 12 જાન્યુઆરીએ મુદત પૂરી થશે. દરખાસ્ત કલેક્ટરને સોંપાયા બાદ હવે તેનો અભ્યાસ કર્યા બાદ તે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને ત્યાર પછી નિર્ણય જાહેર કરવામાં આવશે.
રાજકોટ પશ્ચિમ વિસ્તારની છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, આરાધના સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, ઈન્કમટેક્સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, જીવન પ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી,રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી,અવંતિકા પાર્ક, જનતા જર્નાદન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નેહરુનગર સોસાયટી, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, સહિતના વિસ્તારોમાં 13 જાન્યુઆરી 2021ના રોજ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો.જેની મુદત 12 જાન્યુઆરી 2026ના રોજ પૂરી થઇ રહી છે.
આ પાંચ વર્ષની મુદત દરમિયાન મિલકત વેચાણના અનેક દસ્તાવેજોને મંજૂરી આપી દેવાઈ છે. તેમજ અનેક કેસ હજુ પોલીસ તંત્રમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં આવતી 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી થાય તે પૂર્વે જ સિટી પ્રાંત-1 દ્વારા અશાંતધારાની મુદત લંબાવવા માટે જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. કલેક્ટર હવે આ દરખાસ્તનો અભ્યાસ કરીને તેને રાજ્ય સરકારમાં મોકલશે ત્યારબાદ અશાંતધારની મુદત લંબાવવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજકોટ પશ્ચિમ વિસ્તારોમાં અશાંતધારો લાગુ છે તે વિસ્તારમાં મિલકત વેચાણના અનેક દસ્તાવેજોને આ કાયદા હેઠળ મંજૂરી આપી દેવામાં આવી છે.