બે દિવસ બાદ ફરી વરસાદ સટાસટી બોલાવશે!

રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું જોર વધશે ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમમાં નબળું પડી ગયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ છે. 14 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે એટલે કે ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગમાં 2 દિવસ બાદ વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *