નેપાળમાં 19 મોત પછી સોશિયલ મીડિયા ફરી શરૂ

યુવાનોના ભારે વિરોધ પ્રદર્શન બાદ નેપાળ સરકારે સોમવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કેબિનેટની બેઠક બાદ સંચાર મંત્રી પૃથ્વી ગુરુંગે કહ્યું કે સરકારે પ્રદર્શનકારીઓની માંગણીઓ પર સંમતિ આપી છે. અમે સોશિયલ મીડિયા ખોલી દીધું છે. યુવાનોએ હવે વિરોધ કરવાનું બંધ કરી દેવું જોઈએ.

આ પહેલા નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જનરલ-ઝેડ એટલે કે 18 થી 28 વર્ષની વયના યુવાનો કરી રહ્યા હતા. ગઈકાલે આ વિરોધ પ્રદર્શનમાં 19 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ ઘાયલ થયા હતા.

યુએન માનવાધિકાર કાર્યાલયે પણ આ હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *