ભાયાવદરમાં સરકારની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની પાઇપ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામમાં સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મીલિભગત ભ્રષ્ટાચાર રૂપે ઉજાગર થઇ રહી છે.
કારણ કે ધોબીતળ વિસ્તારથી વડાળી રોડ તેમજ ખાખીજાળીયા રોડ સુધીમાં પીવાના પાણીની નવી પાઇપ લાઈનો પાથરવા માટે ખોદકામ જે કરવામાં આવ્યું છે તેમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી ચાલુ હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
પાંચ દિવસથી ખાખીજાળીયા રોડની તંત્ર દ્વારા પથારી ફેરવી નાખતા લોકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાહન વ્યવહાર માટે તો આ ખોદકામ અતિ જોખમી બની ગયું છે.
ત્યારે સવારમાં આ ખોદાણમાં બે વાહનો જેમાં ડમ્પર અને ટ્રેકટર ખૂંચી ગયા હતા જેને કાઢવા માટે બે જેસીબી કામે લગાડવા પડયા હતા અને રસ્તો ખુલ્લો કરાયો હતો.