MD ડ્રગ્સ સહીત 14.30 લાખના મુદામાલ સાથે SOG પોલીસે બે આરોપીની કરી ધરપકડ

રાજકોટ શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે, અગાઉ દારૂના કેસમાં પકડાયેલ જગદીશ ભુપત ભોજક તથા વિજયસિંહ મોહનસિંહ વાઘેલા નામના બે શખ્સ સફેદ કલરની ક્રેટા કાર નંબર જીજે.03.પીડી.0084માં થોડીવારમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપર સરધાર ગામ પાસેથી નિકળવાના છે અને તેમના કબ્જામાં માદક પદાર્થનો જથ્થો છે જેથી વોચ ગોઠવી ઉભા હતા દરમિયાનબાતમી વાળી કાર નીકળતા તેને અટકાવી તલાશી લેતાં ગાડીમાંથી માદક પદાર્થ મેફેડ્રોન 41 ગ્રામ રૂ.4.10 લાખનો મુદ્દામાલ મળી આવતાં કાર, ડ્રગ્સ, રોકડ અને મોબાઈલ સહિત રૂ.14.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જગદીશ ડ્રગ્સનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે અને પોતે તેના મિત્ર વિજયસિંહને તેની ગાડી સાથે લઈ જઈ રાજસ્થાન ડ્રગ્સ લેવા માટે ગયો હતો ત્યાંથી બંને ડ્રગ્સ લઈ પરત આવતા હતા ત્યારે જ એસઓજીની ટીમના હાથે ઝડપાઇ ગયાં હતા. હાલ રાજકોટમાં બંને શખ્સો ક્યા ક્યા એડિકટોને ડ્રગ્સ સપ્લાય કરવાના હતા તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં મોચીબજારમા રહેતાં રવીભાઈ પરષોતમભાઈ વાઘેલા (ઉ.વ.32)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું પોતે RMCમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈ તા.15ના ઘરને તાળુ મારી ભાવનગર માસીની ખબર કાઢવા માટે ગયા હતા. તા.18ના માસીનુ અવસાન થતા તેમના કારજની વિધી માટે ભાવનગર ખાતે રોકાયા હતા. બાદમાં ગઈ તા.24ના સાંજના સમયે તેમના કાકાના દિકરા સાગરભાઇ વાઘેલાનો ફોન આવ્યો હતો કે, તારા ઘરના દરવાજાનો લોક તુટેલ છે અને ઘરનો સામાન વેર વીખેર છે ત્યાર બાદ મારા કાકાના દિકરા સાગરે ઘરને બીજું તાળુ મારી દીધું હતુ. બાદ ગઈ તા.25ના સવારના સમયે માતા પુત્ર બન્ને ભાવનગરથી ઘરે આવ્યા અને કાકાના દિકરા સાગરભાઇને ફોન કરતા તે ઘરે આવી અને તેમની પાસેથી ચાવી લઈને મારા ઘરનુ તાળુ ખોલી અંદર જોતા ઘરમા સામાન વેરવિખેર પડેલ હતો જેમાં સોના ચાંદીના દાગીના મળી રૂ.3.21 લાખની ચોરી કરી ચોર નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *